________________
પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર
૩૬૭ होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुविआ, सम्म सुद्धासया, सम्म पडिवत्तिरूवा सम्मं निरइआरा परमगुणजुत्तअरहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो, वीअरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लाणहेऊ सत्ताणं ।
(આ દુષ્કૃતતી નિન્દા અને સુકૃતની અનુમોદના ખરેખર, તે અરિહન્તાદિના પ્રભાવથી જ હું કરી શકે, કારણ કે તે અરિહન્ત ભગવન્ત અચિન્ય શકિતવાળા છે, વીતરાગ છે, સર્વ છે, પરમકલ્યાણ સ્વરૂપ છે અને જીને પરમકલ્યાણની સાધનામાં હેતુ (પુષ્ટ આલમ્બન) રૂપ છે.
એ અરિહન્તાદિ પરમ ઉપકારીઓને મારા હૃદયમાં પધરાવવા માટે (ભાવથી તેઓનું શરણ પામવા માટે હું મૂઢ (અયોગ્ય) છું, કારણ કે હું પાપી છું, અનાદિ મેહથી વાસિત (ઘેરાએલો) છું હે ભગવન્ત ! મારા સઘળા આત્મપ્રદેશ રાગ-દ્વેષ–અજ્ઞાન અને મૂઢતાથી વાસિત થએલા હેવાથી અનભિજ્ઞ (અજ્ઞાની) છું, (એથી હું મારા હિતાહિતને જાણું પણ શકતો નથી, તો પણ હું આપને પ્રાર્થના કરું છું કે આપના અચિન્ય મહિમાથી) હું હિતાહિતને સમજનારે થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાર્ગે પ્રવૃત્ત થાઉં અને સર્વ જી પ્રત્યે ઔચિત્યને આચરતે હું મેક્ષ, તેના દાતા શ્રી તીર્થકરો, તેને સમજાવનારા શ્રીસદ્ગુરૂઓ અને મોક્ષસાધક જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મ, એ સર્વને આરાધક થાઉં. હું એ પ્રમાણે સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઈચ્છું છું!