________________
_૩૬૩
પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર
सरणमुवगओ अ एएसिं गरहामि दुक्कडं, जणं अरिहंतेसु वा सिद्धेसु वा आयरिएसु वा उवज्झाएसु वा साहूसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु वा माणणिज्जेसु वा पूअणिज्जेसु, तहा माईसु वा, पिईसु वा, बंधूसु वा, मित्तेसु वा, उबयारीसुवा,
કસુર અસુર અને મનુષ્યથી પૂજિત, મોહરૂપી અબ્ધ કારને નાશ કરવામાં સૂર્ય, રાગદ્વેષના ઝેરને નાશ કરવામાં પરમમત્ર, સર્વ કલ્યાણની સાધનામાં હેતુભૂત, કર્મોરૂપી વનને બાળવા માટે અગ્નિતુલ્ય, આત્માના સિદ્ધપણાને સાધક અને ભગવન્ત, એવા શ્રી કેવલિભાષિત ધર્મનું મારે જાવાજીવ શરણ હો!
એ ચારે શરણને પામેલો હું હવે ગુરૂસાક્ષીએ દુષ્કતની ગહ કરું છું, તે આ પ્રમાણે-જે અરિહન્ત, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ, સાધ્વીજીઓ તથા બીજાં પણ માનનીય પૂજનીય (સાધર્મિકાદિ ધર્મસ્થાને પ્રત્યે તથા માતા, પિતા, બધુવર્ગ (સ્વજનાદિ), મિત્રો કે ઉપકારીઓ પ્રત્યે અથવા સામાન્યતયા સમ્યગદર્શનાદિ મોક્ષ માર્ગમાં રહેલા કે મિથ્યાત્વાદિ ઉન્માગને વશ પડેલા કઈ પણ જીવ પ્રત્યે, તથા મેક્ષ માર્ગરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમાં ઉપકારક સાધનભૂત પુસ્તકાદિ-જિનમૂર્તિ-મન્દિરાદિ અને રજોહરણાદિ પ્રત્યે, અથવા મોક્ષ માટે અનુપયેગી પણ સર્વ વસ્તુ પ્રત્યે, નહિ આચરવા ગ્ય, નહિ ઈચ્છવા યોગ્ય, પાપસ્વરૂપ અને પરંપરાએ પાપને બન્ધ કરાવનારું એવું જે કંઈ મિથ્યા આચરણ સૂકમ કે બાદર (અલ્પ કે