________________
૩૩૮
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ सिक्किगनिक्खिवणाई, पज्जोसवणाइतिहिपराक्त्तो । भोयणविहिअन्नत्तं, एमाई विविहमन्नं पि ॥८॥ जं सबहा न सुत्ते, पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वं पि पमाणं, चारित्तधणाण भणियं च ॥८४॥
જેમકે-આગમમાં કપડાને ખભે રાખી બહાર જવાનું કહ્યું છે. તે પણ વર્તમાનમાં શરીરે વીંટવાને (ઓઢવાને) વ્યવહાર છે તથા એલપટ્ટાને બાંધવાને, પાત્રાને ભુજા ઉપર ઝોળીમાં ભરાવીને ભિક્ષા લાવવા, ઔપગ્રહિક ઉપાધિ તરીકે (કારણે ઉપયોગ કરવા માટે) (કટાહક) ધાતુનું પાત્રવિશેષ રાખવાને, તાપણીને દેરા નાખવાન, (૮૨)
તથા પાત્રો મૂકવાનું દરાનું ગૂંથેલું સીકું બનાવી (વર્તમાનમાં જે નીચેને ગુણે રખાય છે તે સંભવે છે, તેમાં પાત્રાને રાખવાં, આદિ શબ્દથી પડલા, ચરવળી રાખવું, પાત્રોને રંગવાં વિગેરે, તથા પર્યુષણાની તિથિ પંચમીને બદલી ચોથે, માસી ચૌદશે કરી વિગેરે, તથા સાધુઓને ભેજનને વિધિ બદલ્ય, ઇત્યાદિ અનેક બીજા પણ (અલ્પબુદ્ધિ અને પાટી કાગળ વિગેરેના આધારે ભણવાનું, કંઈક વિરાધના છતાં આગમને પુસ્તકારૂઢ કર્યું) ફેરફારો-વધારા થયા તે પૂર્વાચાર્યોએ સંઘયણ, કાળ, બળ, વિગેરેની હીનતા સમજી સંયમ નિર્વાહ માટે કર્યા છે અને સહુએ વિના વિરોધ સ્વીકાર્યો છે તે પરંપરાગત માર્ગ જાણવો. (૮૩)
કારણ કે-જેનો આગમમાં સર્વથા નિષેધ ન કર્યો હોય, જે જીવહિંસા વિગેરે અસંયમ)નું કારણ ન હોય,