________________
કુલકસંગ્રહ
૨૯૯ धम्मो अत्यो कामो, अन्ने जे एवमाइया भावा । हरइ हरं (णं) तो जीयं, अभयं दितो नरं देइ ॥८॥ न य किंचि इहं लोए, जीयाहिंतो जीयाण दइययरं । तो अभयपयाणाओ, न य अन्नं उत्तमं दाणं ॥१॥ सो दाया सो तवसी, सो य सुही पंडिओ य सो चेव । जो सव्वसुक्खवीयं, जीवदयं कुणइ खंतिं च ॥१०॥ किं पढिएण सुएण व, वक्खाणिएण काई किर तेण । जत्थ न नजइ एयं, परस्स पीडा न कायव्वा ॥११॥
જે જીવ બીજા જીવને હણે છે તે તેના ધર્મને, અર્થને અને કામને તથા બીજા પણ એ વિગેરે ભાવોને હરણ કરે છે અને જે બીજા જીવને અભયદાન આપે છે તે તેને ધર્મ–અર્થ-કામ અને એવા બીજા પણ ભાવનું દાન કરે છે, અર્થાત્ એક જીવને મારવાથી તેના પ્રાણેનું જ નહિ ધર્મ અર્થ કામ વિગેરે સર્વનું હરણ થાય છે અને અભયદાન દેવાથી તેને ધર્મ, અર્થ, કામ વિગેરે સર્વનું દાન કર્યું ગણાય છે. (૮)
આ લોકમાં જીને પિતાના જીવનથી પણ વધારે પ્રિય કઈ વસ્તુ નથી, માટે અભયદાન કરતાં ચઢીઆનું બીજું કઈ ઉત્તમ દાન નથી. (૯)
તે દાતાર છે, તે તપસ્વી છે, તે સુખી છે અને તે જ પણ્ડિત છે કે જે સર્વસુખના બીજભૂત જીવદયાને અને ક્ષમાને કરે છે. (દયા અને ક્ષમા વિનાનું દાન-તપ સુખ કે પાણ્ડિત્ય કોઈ પણ ઉપકાર કરી શકતું નથી.) [૧૦]