________________
કુલકસંગ્રહ
૩૦૩ ते चेव जोणिलक्खा, भमियव्या पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं, जे कुणसि न उज्जमं धम्मे ॥२२॥ इय जाव न चुक्कसि, एरिसस्स खणभंगुरस्स देहस्स । जीवदयाउवउत्तो, तो कुण जिणदेसियं धम्मं ॥२३॥ कम्मं दुक्खसरूवं, दुक्खाणुहवं च दुक्खहेडं च । कम्मायत्तो जीवो, न सुक्खलेसं पि पाउणइ ॥२४॥ जह वा एसो देहो, वाहीहिं अहिडिओ दुहं लहइ।
तह कम्मवाहित्थो , जीवो वि भवे दुहं लहइ ॥२५॥ મનુષ્યપણું અને દીર્ધ આયુષ્ય મળવા છતાં ધર્મ કરવા ગ્ય જીવન મળતું નથી.) (૨૧)
એમ ધર્મસામગ્રી અતિ દુર્લભ છે, એથી મનુષ્યપણું પામીને પણ જે ધર્મમાં ઉદ્યમ નહિ કરે તે હે જીવ! પુનઃ પણ સંસારમાં તે જ રાશી લાખ યોનિઓ ભમવી પડશે. (૨૨)
તેથી જ્યાં સુધી આવા ક્ષણ ભંગુર શરીરથી તું ચૂક નથી (અર્થાત્ હજુ શરીર છૂટયું નથી) ત્યાં સુધી જીવદયામાં ઉપયોગવાળો થઈને તું શ્રીજિનેશ્વરએ કહેલા ધર્મને કર ! (૨૩)
જીવને લાગેલું કર્મ દુઃખરૂપ છે, દુઃખને અનુભવ કરાવનારું છે અને ભવિષ્યમાં નવાં દુઃખે ઉત્પન્ન કરવામાં હેતભૂત છે. એવા કર્મને વશ પડેલો જીવ સુખને લેશ પણ પામી શકતું નથી. (૨૪)