________________
૩૦૨
સ્વાધ્યા૦ ગ્રથસદેહ
अच्छंतु ताव निरया, जं दुक्खं गब्भवासमझंमि । पत्तं तु वेयणिज्ज, तं संपइ तुन्झ वीसरियं ॥१८॥ भमिऊण भवग्गहणे, दुक्खाणि य पाविऊण विविहाई । लब्भइ माणुसजम्मं, अणेगभवकोडिदुल्लंभं ॥१९॥ तत्थ वि य केइ गब्भे, मरंति बालत्तणमि तारुन्ने । अन्ने पुण अंधलया, जावज्जीवं दुहं तेसिं ॥२०॥ अन्ने पुण कोढियया, खयवाहीसहियपंगुभूया य । दारिदेणभिभूया, परकम्मकरा नरा बहवे ॥२१॥
અરે ! એ નરકેની વાત દૂર રહી, આ ભવમાં પણ ગર્ભવાસમાં જે અશાતા વેદનીયનું દુઃખ તું પામ્યું હતું તે પણ તને વર્તમાનમાં વિસ્મૃત થયું છે. (તે યાદ આવે તે પણ તું પાપ કરવાની હિમ્મત ન કરી શકે.) (૧૮)
એમ સંસારરૂપી અટવીમાં ભમીને અને વિવિધ જાતિનાં દુઃખને પામીને જીવ અનેક ક્રોડે ભવે પછી દુર્લભ એવો મનુષ્ય જન્મ પામે છે. (૧૯)
- તેમાં પણ કઈ તે ગર્ભમાંથી જ મરી જાય છે, કઈ જમ્યા પછી બાળપણમાં, તો કઈ તરૂણ થતાં જ મરી જાય છે, કોઈ બીજા જીવે છે તે આંધળાપણાથી તેઓને જીવનભર દુઃખ હોય છે. (૨૦)
બીજા કોઈ કોઢીયા, કઈ ક્ષયને વ્યાધિ સહન કરતા, તે કઈ પાંગળા બનેલા, કેઈ દરીદ્યથી પરાભવ પામેલા તે ઘણા મનુષ્યો બીજાની ચાકરી કરનારા હોય છે. (અર્થાત