________________
૩૧૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
करणकारणअणुमईइ संजोडिया,
एगलख सहसइग तिसयचालीसया । कालतिअगणिय तिगलक्ख चउसहसया,
वीसहिअ इरियमिच्छामिदुक्कडपया ॥११॥ इणि परि चउरगइमांहिं जे जीवया,
कम्मपरिपाकिनवनवियजाणीठिया। ताह सव्वाह कर करिय सिर उप्परे,
देमि मिच्छामिदुक्कड बहु बहु परे ॥१२॥ પાંચહજાર, છ ને ત્રીસ ભેદો થાય, તેને રાગ અને દ્વેષ બેથી ગુણતાં અગીયાર હજાર બસે ને સાઠ થાય, તેને મન, વચન અને કાયા એ ત્રણથી ગુણીએ ત્યારે તેત્રીસ હજાર, સાત ને એંશી ભેદે થાય. (૧૦)
(વળી તેને) કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણે ગુણવાથી એક લાખ, એક હજાર, ત્રણસો ને ચાલીસ ભેદ થાય; અને તેને ત્રણે કાળથી ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ ભેદ થાય તે દરેકને તે તે પ્રકારે “મિચ્છામિ દુક્કડં” દેવાથી ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડનાં તેટલાં સ્થાને થાય. (૧૧)
નેટ-બીજા ગ્રન્થમાં આ ૩૦૪૦૨૦ ને છ સાક્ષીથી ગુણતાં “૧૮૨૪૧૨૦ પ્રકારે પણ મિચ્છામિદુક્કડના થાય છે, એમ કહેલું છે.