________________
૩૦૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
॥ अथ इरियावहिकुलकम् ॥
नमवि सिरिवद्धमाणस्स पयपंकयं, भविअजिअभमरगणनिचपरिसेविअं ।
चउरगाजीवजोणीण खामणकए,
भणिमु कुलयं अहं निसुणिअं जह सुए ॥१॥
नारयाणं जिआ सत्तनरयुब्भवा, अपजपज्जत्तभेएहिं चउदस धुवा ।
पुढविअपतेयवाउवणस्सईणंतया,
पंच ते सुहुमधूला य दस हुतया ॥२॥
ભવ્ય જીવેરૂપી ભ્રમરોના સમૂહથી નિત્ય સેવાયેલા શ્રીમહાવીરપ્રભુના ચરણકમલને નમીને ચાર ગતિના જીવની ચેાનિઓને (જીવાને) ખમાવવાને માટે જેમ મેં સિદ્ધાન્તમાં સાંભળેલું છે તેમ કુલકરૂપે કહું છું. (૧)
સાત નરક પૃથ્વીઓમાં ઉપજતા નરકના જીવાના સાત પ્રકાર છે. તેના સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળીને કુલ ચૌદ ભેદ થાય. તથા તિયંચમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને સાધારણ વનસ્પતિકાય, એ પાંચ ભેદોના પાંચ સૂક્ષ્મ અને પાંચ ખાદર, એમ બન્ને મળી કુલ દસ ભેદો થાય. (૨)