________________
કુલકસંગ્રહ
૨૮૯ जलयरमज्झगएणं, अणेगमच्छाइरूवधारेणं । आहारट्ठा जीवा, विणासिया ते वि खामेमि ॥९॥ छिन्ना भिन्ना य मए, बहुसो दुट्टेण बहुविहा जीवा । जे जलमज्झगएणं, ते वि य तिविहेण खामेमि ॥१०॥ सप्पसरिसवमझे, वानरमज्जारसुणहसरहेसु । जे जीवा वेलविया, दुक्खत्ता ते वि खामेमि ॥११॥
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયપણે પણ વિવિધ અનેક જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં ત્યારે ત્યારે જે જે જીનાં ભક્ષણ કર્યા, દુઃખી કર્યા, તેઓને પણ ત્રિવિધે ખમાવું છું. (૮)
પંચેન્દ્રિય તિર્યંચમાં–જળચર તરીકે મચ્છ વિગેરે અનેક જાતિનાં રૂપ કરીને તે તે યોનિઓમાં જન્મીને) આહાર માટે અનેકાનેક જીવને વિનાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૯)
કેટલું કહું? જલચરપણાને પામીને દુષ્ટ એવા મેં બહુ વાર ઘણી જાતિના (ઘણા) જે જે જાને છેદ્યા, ભેદ્યા, તે સર્વને પણ ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું.(૧૦)
સર્ષ વિગેરે (સરિસૃપ એટલે) ઉરઃ પરિસર્ષની નિઓમાં, વાનર, બિલાડા, કુતરા, શરભ (અષ્ટાપદ જાતિના શિકારી પશુ) વિગેરે (ભુજપરિસર્પ અને ચતુષ્પદ તિર્યંચની વિવિધ) જાતિઓમાં ઉપજેલા મેં જે જે જીવને ઠગ્યા–હેરાન કર્યા કે દુઃખ દઈને પડ્યા તેઓને પણ ખાવું છું. (૧૧) ૧૯