________________
કલકસંગ્રહ
૨૩ मिच्छत्तमोहिएणं, जे वि हया के वि मंदबुद्धीए । अहिगरणकारणेणं, वहाविआ ते वि खामेमि ॥२४॥ दवदाणपलीवणयं, काऊणं जे जीवा मए दड्ढा । सरदहतलायसोसे, जे वहिया ते वि खामेमि ॥२५॥ सुहदुल्ललिएण मए, जे जीवा केई भोगभूमीसु । अंतरदीवेसुं वा, विणासिया ते वि खामेमि ॥२६॥ देवत्त वि य पत्ते, केलिपओसेण लोहबुद्धीए । जे दूहविया सत्ता, ते वि य खामेमि सव्वेवि ॥२७॥
મિથ્યાત્વથી મૂઢ બનેલા મેં મન્દ (પા૫) બુદ્ધિથી પરસ્પર કલહ (કોધાદિ કષા) કરાવીને બીજાઓ દ્વારા જે જે જીવને મરાવ્યા, તેઓને પણ ખમાવું છું. (૨૪)
દાવાનળ સળગાવીને જે જે જીને બાળી મૂક્યા તથા સરવરે, કહે અને તળાવો (વિગેરેમાં પાણી) શેષવીને (સૂકવીને) તેમાં રહેનારા (માછલાં, દેડકાં વિગેરે અનેક જાતિના) જીવને હણ્યા, તેઓને પણ ખમાવું છું. (૨૫)
ભેગભૂમિ એટલે યુગલિક ક્ષેત્રોમાં અથવા અન્તર દ્વીપમાં મનુષ્ય બનેલા મેં સુખમાં છકી જઈને જે જે અને નાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૨૬)
દેવપણામાં ઉપજેલા મેં કુતૂહલ (કામક્રીડા) અને પ્રÀષથી લોભ બુદ્ધિએ જે જે જીને દુઃખી કર્યા (સંતાપ્યા) તે સર્વને પણ હું ખમાવું છું. (૨૭)