________________
કુલકસંગ્રહ
૨૮૭
છે એ વામપટિશ .. जो कोइ मए जीवो, चउगइसंसारभवकडिल्लंमि । दुहविओ मोहेणं, तमहं खामेमि तिविहेणं ॥१॥ नरएसु य उववनो, सत्तसु पुढवीसु नारगो होउं । जो कोइ मए जीवो, दुहविओ तं पि खामेमि ॥२॥ घायणचुनणमाइ, परोप्परं जं कयाइं दुक्खाई। कम्मवसएण नरए, तं पि य तिविहेण खामेमि ॥३॥ निद्दयपरमाहम्मिअ-रूवेणं बहुविहाई दुक्खाइं । जीवाणं जणियाइं, मूढेणं तं पि खामेमि ॥४॥
ચારગતિમાં પરિભ્રમણરૂપ ભવાટવીમાં ભટકતાં મેહને વશ થઈ મેં જે કંઈ જીવને દુઃખી કર્યો હોય તેને હું ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. (૧)
સાત નરક પૃથ્વીઓમાં જ્યારે જ્યારે હું નારકરૂપે ઉત્પન્ન થયે, ત્યાં મેં જે કંઈ જીવને દુઃખી કર્યો હોય તેને પણ (ત્રિવિધે) ખમાવું છું. (૨)
કર્મને વશ પડેલા મેં નરકમાં બીજા નારકે સાથે ઘા કરે, પીલવે, મારો વિગેરે પરસ્પર વેદનારૂપે જે દુઃખ દીધાં હોય તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૩)
નિર્દય પરમધામિદેવ તરીકે ઉત્પન્ન થઈને મૂઢ એવા મેં નરકના જીવને જે કાપવા, ઘાણીમાં પીલવા, અગ્નિમાં બાળવા, તપાવેલાં સીસાં પાવાં, ગાડે જેડી ગાડાં ખેંચાવવાં ઇત્યાદિ ઘણી ઘણી જાતિનાં દુઃખે દીધાં તેને પણ ખમાવું છું. (૪)