________________
કુલકસંગ્રહ
૨૪૩ सिरिचंडरुद्दगुरुणा, ताडिज्जंतो वि दंडघाएहिं । तकालं तस्सीसो, सुहलेसो केवली जाओ ॥१७॥ जं न हु भणिओ बंधो, जीवस्स वहे वि समिइगुत्ताणं । भावो तत्थ पमाणं, न पमाणं कायवाचारो ॥१८॥ भावु च्चिय परमत्थो, भावो धम्मस्स साहगो भणिओ। सम्मत्तस्स वि बी, भावु च्चिय बिति जगगुरुणो ॥१९॥
વિરત (સાધુ) અને અવિરત (શ્રાવક રાજા) જે બને સગા ભાઈ હતા, તેઓને ઉદ્દેશીને દીક્ષા લીધી ત્યારથી સદાય મારા દેવરમુનિ ભેજન કરવા છતાં ઉપવાસી હોય અને મારો પતિ રાજા ભેગ ભેગવવા છતાં સદાય બ્રહ્મચારી હોય તે હે નદીદેવી! મને માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વન્દન કરવા જતાં અને પાછા વળતાં રાણીએ માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને સંબોધીને કહે છતે ભોજન કરવા છતાં અને વિષય સેવવા છતાં શુભ ભાવના કારણે નદીએ રાણુંને વચ્ચે માર્ગ આપે હતે. (૧૬)
શ્રીચલ્ડરૂદ્ર નામના ગુરૂએ દંડના પ્રહારથી તાડન કરવા છતાં પણ તે દિવસને દીક્ષિત નૂતન શિષ્ય તત્કાળ કેવળજ્ઞાન પામ્યું. તે શુભ લેશ્યાનું ભાવનું ફળ હતું. (૧૭)
સમિતિ–ગુપ્તિવંત સાધુઓથી ઉપગ રાખવા છતાં ક્વચિત્ જીવને વધ થઈ જાય; તે પણ નિશ્ચ કર્મબન્ધ થતું નથી, તેમાં તેઓને શુભ (અહિંસક) ભાવ એ જ કારણ છે, કાયવ્યાપાર પ્રમાણભૂત મનાતું નથી. (૧૮)