________________
કુલકસંગ્રહ
૨૬૭ अइपालिआहिं पगइथिआहिं, जं भामिओसि बंधे। संते वि पुरिसकारे, न लज्जसे जीव ! तेणं पि ॥२४॥ सयमेव कुणसि कम्म, तेण य वाहिज्जसि तुमं चेव । રેલવ! ગરિક ! નરસ જ સેવિ વુિં સં થાપા तं कुणसि तं च जपसि, तं चिंतसि जेण पडसि वसणोहे।
एयं सगिहरहस्सं, न सक्किमो कहिउमन्नस्स ॥२६॥ દર્શન, ચારિત્રાદિ ગુણોરૂપ તારા ઉત્તમ પુત્રે છે એમ તું તારું અંતરંગ કુટુમ્બ બનાવ. તેને આશ્રય લે.) (૨૩)
હે જીવ! તારામાં પુરૂષકાર (અનન્ત બળ) હોવા છતાં પણ તેં અતિપાલન કરેલી એવી કમ પ્રકૃતિરૂપ તારી સ્ત્રીઓએ તને બાંધીને ચારે ગતિમાં પરિભ્રમણ કરાવ્યું, તેની તને (હજી) પણ શું લજ્જા નથી આવતી? (૨૪)
હે જીવ! તારા આત્માને વૈરી તું પોતે જ કર્મ ઉપાર્જન કરે છે અને તેનાથી જ નિશ્ચય ચારે ગતિમાં તું પરિભ્રમણ કરે છે, છતાં “અમુકે મારું બગાડયું વિગેરે તું બીજાને શા માટે દોષ આપે છે? (૨૫)
હે આત્મન ! તું એવાં કામ કરે છે, એવા શબ્દ બેલે છે અને એવા વિચાર કરે છે, જેથી તે પોતે જ દુઃખના સમુદ્રમાં જઈ પડે છે, આ આપણા પોતાના ઘરની છૂપી વાત બીજાને કહેવાને હું શક્તિમાન નથી, અર્થાત્ ઘરની ગુપ્ત વાત બીજે હું શું કહું? એવું હે આત્મા તું પિતાના અશુદ્ધ પર્યાયરૂપ બહિરાત્માને કહે છે.) (ર૬)