________________
કુલકસંગ્રહ
છે અથ વાર્મગુરુમ્ | तेलुकिकस्स मल्लस्स, महावीरस्स दारूणा। उवसग्गा कहं हुंता ? न हुंतं जइ कम्मयं ॥१॥ वीरस्स मेंढि (मिनु) यग्गामे, केवलिस्सावि दारूणो । अइसारो कहं हुँतो ? न हुँतं जइ कम्मयं ॥२॥ वीरस्स अहिअग्गामे, जक्खाओ मूलपाणिणो। वेअणाओ कहं हुंती ? न हुँतं जइ कम्मयं ॥३॥ दारूणाओ सलागाओ, कन्नेसुं वीरसामिणो । पक्खिवंतो कहं गोवो ? न हुँतं जइ कम्मयं ॥४॥
ત્રણ લોકમાં અદ્વિતીયમલ્લ એવા શ્રી મહાવીરપ્રભુને પણ ભયંકર ઉપસર્ગો થયા તે જે કમ ન હોય તે કેમ થાય? (૧)
જે કર્મ ન હોય તે મહાવીર સ્વામીને કેવલજ્ઞાની છતાં મેંદ્રિક ગામમાં ભયંકર અતિસાર કેમ થાય? (૨)
કર્મનું અસ્તિત્વ ન હોય તે અસ્થિક ગામમાં સમર્થ વીરભગવાનને પણ શૂલપાણી યક્ષથી વેદનાઓ થઈ તે કેમ બને? (૩)
જે તેવું કર્મ ન હોય તે પ્રભુ મહાવીરસ્વામીના કાનમાં ગવાળી ભયંકર ખીલા કેમ ઠેકી શકત? (૪)