________________
કુલકસંગ્રહ
૨૬૫
कट्ठा कडुअ बहुहा, जं धणमावज्जिअं तए जीव ! । कट्ठा तुझ दाउ, तं अंते गहिअमनेहिं ॥१८॥ जह जह अन्नाणवसा, धणधन्नपरिग्गहं बहुं कुणसि । तह तह लहुं निमज्जसि, भवे भवे भारिअतरि व्व ॥ १९ ॥ जा सुविणे विहु दिट्ठा, हरेइ देहीण देहसव्वस्सं । सा नारी मारी इव, चयसु तुह दुब्बलणं ||२०||
ઉત્તમ લેાજન, સ્વાદિષ્ટ પીણાં, સ્નાન, શૃંગાર અને વિલેપનાદિથી પાષણ (પુષ્ટિ) કર્યા છતાં, પોતાના માલિકને છેડી દેનાર (અથવા પાલકને પણ અનર્થ કરનાર) કૃતા આ દેહ શ્વાન જેટલેા પણ કૃતજ્ઞ નથી. (કૂતરા પણુ માલિકની રક્ષા-સેવા કરે છે તેટલું પણ દેહ કરતા નથી. (૧૭)
હે જીવ! બહુ બહુ પ્રકારે ટાઢ, તડકા, ભૂખ, તૃષા તથા જંગલેાનાં અને સમુદ્રનાં અણગમતાં કષ્ટો સહન કરી તે જે ધન ઉપાજ્યું, તે ધને પણ તને મૂર્છા પેદા કરીને કષ્ટ જ આપ્યું છે અને તારી નજર સામે જ તે અગ્નિ— ચાર-રાજાદિને વશ થયું, ખીજાએ લઈ ગયા, ત્યાં તારૂં કંઇ પણ જોર ચાલ્યું નથી. (૧૮)
હે જીવ! જેમ જેમ તું અજ્ઞાનને વશ થઈ ધનધાન્યાદિ પરિગ્રહ ઘણા એકઠા કરીશ, તેમ તેમ પ્રમાણથી અધિક ભાર ભરેલું નાવ સમુદ્રમાં ડૂબે તેમ તું ભવાભવ સ’સારસમુદ્રમાં જલ્દી ડૂબીશ. (૧૯)