________________
૨૬ર
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
या सो वि।
एइ पयंगत्तणं
जबद्धं पिन
जेण सुरासुरनाहा, हा हा अणाहुव्व वाहिया से वि । अज्झप्पझाणजलणे, एइ पयंगत्तणं कामो ॥८॥ जं बद्धं पि न चिटइ, वारिज्जंतं विसरइ असेसे
(Tલર સેરે) झाणवलेणं तं पि हु, सयमेव विलिजए चित्तं ॥९॥ बहिरंतरंगभेया, विविहा वाही न दिति तस्स दुहं । गुरुवयणाओ जेणं, सुहझाणरसायणं पत्तं ॥१०॥ जिअमप्पचिंतणपरं, न कोइ पीडेइ अहव पीडेइ । ता तस्स नत्थि दुक्खं, रिणमुक्खं मन्नमाणस्स ॥१२॥
અરે! જેણે સુરેન્દ્રને અને અસુરેન્દ્રોને પણ અનાથની પેઠે પીડિત (વશ) કર્યા છે, તે પ્રબળ કામ પણ અધ્યાત્મ (આત્મ) ધ્યાન રૂ૫ અગ્નિમાં પતંગિયાની પેઠે ભસ્મ થઈ જાય છે. (૮)
શુભ ભાવના (ચિન્તન) વિગેરેથી બાંધવા છતાં પણ જે મન સ્થિર રહેતું નથી, અભિગ્રહાદિથી વાર્યા છતાં પણ અનેકાનેક વિચારમાં ખસી જાય છે (પહોંચી જાય છે), તેવું દુર્જય ચપળ મન પણ આત્મ ધ્યાનના બલ વડે પોતાની મેળે શાન્ત થાય છે. (૯)
જેણે સદ્ગુરૂના વચનથી ઉપદેશાયેલું શુદ્ધ આત્મધ્યાનરૂપી રસાયણ પ્રાપ્ત કર્યું (પીધુ) છે, તેને બહિરંગ (રેગાદિ) અને અંતરંગ (કામક્રોધાદિ) વિવિધ પ્રકારના વ્યાધિઓ પણ દુઃખ આપી શકતા નથી. (૧૦)