________________
કુલકસંગ્રહ
૨૧૭
सव्वत्थवि खलिएमुं, मिच्छाकारस्स अकरणे तह य । सयमन्नाउ वि सरिए, कहियवो पंचनमुक्कारो ॥३९॥ वुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा । अन्नं पि अ महकज्ज, वुडूढं पुच्छिय करेमि सया ॥४०॥ दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ॥४१॥
કાર્ય પ્રસંગે વિનંતિ કરતાં વૃદ્ધ સાધુઓને “હે ભગવદ્ પસાય કરી અને લઘુ સાધુને “ઈચ્છકાર' એટલે તેમની ઈચ્છા અનુસારે, એમ કહેવું ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે
જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે “મિચ્છાકાર એટલે “મિચ્છામિ દુક્કડં એમ કહેવું ભૂલી જાઉં તે જ્યારે મને યાદ આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે એક વાર નવકારમગ્ન ગણ. (૩૮-૩૯)
વૃદ્ધ (વડીલ)ને પૂછયા વિના કોઈ વિશેષ સારી વસ્તુ (આહાર વસ્ત્ર પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કઈ મેટું કામ વૃદ્ધ (વડીલ) ને પૂછીને જ કરું, પૂછયા વગર કરૂં નહિ. (૪૦)
શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ સંઘયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડે છે, તેઓને આ ઉપર જણાવેલા નિયમ પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧)