________________
૨૧૮
- સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ संपइकाले वि इमे, काउंसक्के करेइ नो निअमे। सो साहुत्तगिहित्तण-उभयभट्ठो मुणेयञ्चो ॥४२॥ जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणंमि । तस्स क (ग) हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ संघयणकालबलसमा-रयालंबणाई चित्तणं । सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥४४॥ वुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ॥४५॥
સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરપાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થયે જાણ. (૪૨)
જેના હૃદયમાં ઉક્ત નિયમો ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય તેને આ નિયમ સંબન્ધી ઉપદેશ કરે એ સિરા (જ્યાં પાણી પ્રગટ થાય તેમ ન હોય તેવા સર) રહિત સ્થળે કૂવે ભેદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેને સંયમને સ્વીકાર પાણી વિનાની જમીનમાં કે દવા બરાબર છે. (૪૩)
વર્તમાનમાં સંઘયણબળ, કાળબળ અને દુઃષમઆરે વિગેરે નબળાં છે એમ હીણાં આલંબન પકડીને પુરૂષાર્થ રહિત–પામર હોય તેવા જ આળસ–પ્રમાદથી બધા નિયમરૂપી સંયમની ધુંસરીને છોડી દે છે. (૪૪)