________________
કુલકસંગ્રહ
॥ अथ गुरुप्रदक्षिणाकुलकम् ॥ गोअम-सुहम्म-जंबु-पभवो सिज्जभवाइ आयरिया। अनेवि जुगप्पहाणा, पई दिठे सुगुरु ते दिट्ठा ॥१॥ अज्ज कयत्थो जम्मो, अज्ज कयत्थं च जीवियं मज्झ । जेण तुह दंसणामय-रसेण सित्ताइं नयणाई ॥२॥ सो देसो तं नगरं, सो गामो सो अ आसमो धन्नो। जत्थ पहु तुम्ह पाया, विहरंति सयापि सुपसन्ना ॥३॥
હે સદગુરૂજી ! આપનું દર્શન કર્યું છતે શ્રીગૌતમસ્વામી, શ્રીસુધર્માસ્વામી, શ્રીજ બુસ્વામી, શ્રીપ્રભવસ્વામી, અને સિર્જભવ, આદિક આચાર્ય ભગવંતો તેમજ બીજા પણ યુગપ્રધાનનું દર્શન કર્યું એમ હું માનું છું, અર્થાત્ મારા જેવા છે માટે આ કાળમાં આપ તેમના સરખા છે. (૧)
આજે મારે જન્મ કૃતાર્થ થયે, આજે મારું જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃતરસ વડે મારાં નેત્રો સિંચિત થયાં, અર્થાત આજે આપનાં અદ્ભુત દર્શનથી મારાં નેત્રો સફળ થયાં. (૨)
તે દેશ, નગર, તે ગ્રામ અને તે આશ્રમ (સ્થાન) ધન્ય છે કે-હે પ્રભુ! જ્યાં આપ સદાય સુપ્રસન્નપણે વિચરે છે, અર્થાત્ વિહાર કરે છે–રહે છે. (૩)