________________
૨૦૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દોહ
जह पाउसंमि मोरा, दिणयरउदयम्मि कमलवणसंडा । विहसंति तेम तच्चिय ? तह अम्हे दंसणे तुम्ह ॥११॥ जह सरइ सुरही वच्छं, वसंतमासं च कोइला सरइ । झिं सरइ गइंदो, तह अम्ह मणं तुमं सरइ ॥१२॥ बहुया बहुयां दिवसडां, जइ मई सुहगुरु दीठ । लोचन बे विकसी रह्यां, हीअडइं अमिअ पइठ ॥१३॥ अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ। अहो ते निक्खिया माया, अहो लोहो वसीकओ ॥१४॥
જેમ મેઘને દેખી મયૂરે તુર્ત પ્રમુદિત થાય છે અને સૂર્ય ઉદય થયે છતે તુર્ત કમળનાં વને વિકસિત થાય છે, તેમ આપનું દર્શન થયે છતે અમે પણ પ્રમોદ પામીએ છીએ. (૧૧)
હે સદ્ગુરૂજી! જેમ ગાય પોતાના વાછરડાને સંભારે છે, જેમ કેયલ વસંતમાસને ઈચ્છે છે, તથા જેમ હાથી વિંધ્યાચલની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન સદાય આપનું સ્મરણ કર્યા કરે છે, અર્થાત્ આપ અમારા હૃદયમાં વસે છે. (૧૨)
હે સદ્દગુરૂ ! આપના દર્શનથી આજે મારે દિવસ મોટામાં મોટો છે, કે જેથી આજે મેં સદ્ગુરૂ દીઠા, (તેથી) મારી બે આંખે વિકસ્વર થઈ અને હૃદયમાં અમૃત પેઠું. (૧૩)
અહે! આપે ક્રોધને જય કર્યો છે, અહો ! માનને પરાજય કર્યો છે, અહો! માયાને દૂર કરી છે અને અહે! આપે લેભને સર્વથા વશ કર્યો છે. (૧૪)