________________
કુલકસંગ્રહ
૨૦૫ अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । अहो ते उत्तमा खती, अहो ते मुत्ति उत्तमा ॥१५॥ इहं सि उत्तमो भंते, पच्छा होहिसि उत्तमो। लोगुत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि नीरओ ॥१६॥ आयरियनमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण किरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१७॥ आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसि, तइयं हवइ मंगलं ॥१८॥
અહો! આપનું આર્જવ (સરલપણું ઘણું જ ઉત્તમ છે, અહો ! આપનું માર્દવ (નમ્રપણું) ઘણું જ રૂડું છે, અહ ! આપની ક્ષમા ઘણી જ ઉત્તમ છે અને આપની સતિષવૃત્તિ ઘણી જ શ્રેષ્ઠ છે. (૧૫)
હે ભગવંત! આપ અહીં આ ભવમાં પ્રગટ ઉત્તમ છે, જન્માંતરમાં પણ ઉત્તમ થવાના છે અને તે પણ કર્મમલને ટાળીને આપ મોક્ષનામનું સર્વોત્તમ સ્થાન પામવાના જ છે. (૧૬)
આચાર્ય (સુગુરૂ) મહારાજને કરેલો (આ) નમસ્કાર જીવને હજારે ગમે ભોથી–જન્મમરણથી મુક્ત કરે છે, કારણ કે ભાવસાહિત કરવામાં આવતે સદ્દગુરૂને નમસ્કાર જીવને સમકિતને લાભ આપે છે. (૧૭)
ભાવાચાર્યને ભાવપૂર્વક કરેલ નમસ્કાર સર્વપાપને પ્રકર્ષે કરીને નાશ કરનારે છે અને તે સર્વ મંગલમાં ત્રીજું મંગલ છે-નવકારમંત્રનું ત્રીજું પદ છે. (૧૮)