________________
૧૮૦
સ્વાધ્યા૦ ગ્રન્થસહ आणाए च्चिय चरणं, तभंगे जाण किं न भग्गं ति ?। आणं च अइक्कंतो, कस्साएसा कुणइ सेसं ? ॥५०५।। ससारो अ अणंतो, भट्टचरित्तस्स लिंगजीविस्स । पंचमहव्वयतुंगो, पागारो भिल्लिओ जेण ॥५०६॥ न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं । पञ्चक्खमुसावाई, मायानियडीपसंगो य ॥५०७॥ लोएऽवि जो समूगो, अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओऽवि अलियं, भासइ तो किं च दिक्खाए
/૨૦૮ શ્રીજિનેશ્વરની આજ્ઞામાં જ ચારિત્ર છે, તે આજ્ઞાને ભંગ કર્યો તે હે શિષ્ય ! તું કહે કે શું ન ભાંગ્યું ? અર્થાત સર્વ ચારિત્ર ભાંગ્યું. વળી જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે બાકીનું પાલન કેની આજ્ઞાથી કરે છે? અર્થાત્ આજ્ઞા રહિત જે કરે છે તે તેને વિડંબનાતુલ્ય છે. (૫૦૫)
જેણે પંચમહાવ્રતરૂપ ઉચ (પિતાના ગુણરૂપ ધન રક્ષણને) કિલ્લો તે તે ચારિત્રબ્રણ સાધુવેષથી માત્ર આજીવિકા ભરનારાને અનંત સંસાર (જન્મ-મરણાદિ અસહ્યા કષ્ટમાં) ભમવું પડે છે. (૫૦૬).
જે આત્મા “ત્રિકરણગે પાપ નહિ કરું એમ પ્રતિજ્ઞા કરીને તે જ પાપને પુનઃ સેવે તે પ્રત્યક્ષ મૃષાવાદી (સોનીની જેમ સુધરવા માટે અયોગ્ય) છે અને તેને બાહ્ય અત્યંતર બન્ને પ્રકારના કપટથી અવશ્ય બાહ્ય અત્યંતર ઉભય દુઃખને પ્રસંગ આવે જ છે. (૫૦૭)