________________
છે થિ કુસંગ્રહ સાથે
છે શ્રીગુણાનુરારી सयलकल्लाणनिलयं, नमिऊण तित्थनाहपयकमलं । परगुणगहणसरूवं, भणामि सोहग्गसिरिजणयं ॥१॥ उत्तमगुणाणुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धीओ ॥२॥ ते धन्ना ते पुन्ना, तेसु पणामो हविज मह निच्च । जेसिं गुणाणुराओ, अकित्तिमो होइ अणवरयं ॥३॥
સકલ કલ્યાણનું નિવાસસ્થાન એવા શ્રીતીર્થકરભગવાનના ચરણકમળને નમસ્કાર કરીને સૌભાગ્ય અને સંપત્તિને કરનારું એવું પરગુણેને ગ્રહણ કરવાનું સ્વરૂપ (ફળ) કહું છું. (૧)
જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણવાના ગુણોને અનુરાગ રહેલો છે, તેને તીર્થકર૫ણા સુધીની કઈ રિદ્ધિઓ દુર્લભ નથી. અર્થાત્ ગુણાનુરાગી રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવતી અને તીર્થકર પણ થઈ શકે છે. (૨)
તેઓ ધન્ય જીવનવાળા છે, તેઓ પુણ્યશાળી છે અને તેઓને મારે હંમેશાં નમસ્કાર હો, કે જેઓના હૃદયને વિષે સદા સાચે ગુણાનુરાગ રહેલો છે. (૩)