________________
કુલકસંગ્રહ
किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इकं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ॥४॥ जइ चरसि तवं विउलं, पढसि सुयं करिसि विविहकट्ठाई। न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं ॥५॥ सोउण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ ॥६॥ गुणवंताण नराणं, ईसाभरतिमिरपूरिओ भणसि । जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारम्मि ॥७॥
બહુ ભણવાથી શું? બહુ તપ કરવાથી શું? અને બહુ દાન દેવાથી પણ શું? એક ગુણાનુરાગને જ શીખે, કે જે સુખનું ઘર છે. અર્થાત્ એક જ ગુણાનુરાગ કેળવવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. (૪) - જે તે ઘણે તપ કરે છે, શાસે ભણે છે ને અનેક જાતનાં કષ્ટો વેઠે છે છતાં બીજાના ગુણે તરફ અનુરાગ નથી ધરત, (પારકા ગુણે જોઈ ખૂશી નથી થતો) તે એ બધું નિષ્ફળ છે. (૫) - બીજાના ગુણેના ઉત્કર્ષને સાંભળીને જે તે તેને મત્સર કરે છે, તે સમજ કે સંસારમાં ચારે ગતિમાં તું નિશ્ચ સર્વત્ર પરાભવ પામીશ. (૬)
તું ઈષ્યરૂપી ઘોર અંધારાથી (અજ્ઞાનથી) આંધળે બનીને ગુણવંત પુરૂષોના ગુણને બદલે કઈ પ્રકારના લેશમાત્ર પણ દેષને કહીશ, તેઓની નિન્દા કરીશ, તે અનેકાનેક જન્મ સુધી અપાર સંસારમાં ભમીશ. (૭)