________________
૧૪
'સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
आणं सव्वजिणाणं, भंजइ दुविहं पहं अदक्कतो। आणं च अइक्कतो, भमइ जरामरणदुग्गम्मि ॥५००॥ जइ न तरसि धारेउं, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तण तो तिभूमी, सुसावगत्तं वरतरागं ।।५०१॥
પાર્થસ્થ વિગેરે ચેથા પ્રકારના ખેડૂતેએ શું કર્યું, તે કહે છે-ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ વર્તનારા હોવાથી ચોરસરખા સત્ત્વવિનાના પાસસ્થા વિગેરે ચોથા પ્રકારના ખેડૂતેએ સર્વવિરતિ ગ્રહણ કરીને તેનું ખંડન કર્યું ચારિત્રને નાશ કર્યો, એમ તપ–સંયમથી થાક્યા, એથી જિનશાસનમાં તેઓ શીયલના (વ્રતના) ભારથી મુક્ત થએલા પાર્થસ્થા કહેવાય છે. (૪૯).
- હવે ફલિતાર્થ કહે છે કે-એમ સાધુ અને શ્રાવક અન્નેના માર્ગથી ભ્રષ્ટ થએલો જીવ સર્વજિનેશ્વરની આજ્ઞાને ભંજક બને છે અને જિનાજ્ઞાને ભંગ કરવાથી કર્મરૂપ કેટવાળાની શિક્ષાને સહન કરતે તે જન્મ-મરણરૂપ અતિગહન દુઃખમાં (સંસારમાં) ભટકે છે. (૫૦૦)
તે ભગ્નપરિણામી ચારિત્રનું પાલન ન કરી શકે તેણે શું કરવું? તે કહે છેજો અંગીકાર કરેલા ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણને ભાર સહવામાં પાલન કરવામાં અશક્ત બને તે જન્મભૂમી, દીક્ષાભૂમી અને જ્યાં જ્યાં વિચર્યો હોય તે સર્વ પ્રદેશરૂપ વિહારભૂમી એ ત્રણેને છેડીને અન્ય પ્રદેશમાં ઉત્તમ શ્રાવકપણું પાળે તે શ્રેષ્ઠ છે. (૧૦૧)