________________
૧૯૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ
जो पुण निरचणो चित्र, सरीरसुहकज्जमित्ततलिच्छो । तस्स न हि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥ ४९३ ॥ कंचणमणिसोवाणं, थंभसहस्त्र सिअं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओऽवि तवसंजमो अहिओ ॥४९४ ॥ निब्बीए दुब्भिक्खे, रणा दीवंतराओ अन्नाओ । आऊणं बीअं, इह दिन्नं कासव जणस्स || ४९५॥
',
એમ જો એ માર્ગે જ જિનપૂજનના છે તે જે સાધુ માત્ર શરીર સુખનાં કાર્યામાં જ લોલુપી છે, અતિશ્રૃદ્ધ છે, (ભાવ અને દ્રવ્ય મન્ને પૂજનથી રહિત હાવાર્થી) તેને પરભવે જિનધની પ્રાપ્તિ થતી નથી, મેાક્ષરૂપ સદ્ગતિ થતી નથી અને પરલોકમાં પણ દેવ વિગેરે સારા ભવ મળતા નથી. (૪૯૩)
એ માર્ગોમાં ચેાગ્ય જીવે ભાવધર્મને જ આરાધવો જોઇએ. કારણ કે—જે શ્રાવક રત્નજડિત સુવર્ણનાં પગથીયાંવાળુ હજાર થાંભલાએથી ઉંચુ' સુવર્ણના તળીયાવાળુ' જિનમદિર ખંધાવે તેનાથી પણ તપ અને સંયમ અધિક (ફળદાયી) છે. (૪૯૪)
માટે ચેાગ્ય જીવે ચારિત્રમાં ઉદ્યમ કરવા, અ’ગીકાર કરીને પ્રમાદ ન કરવો તેમ કરવાથી મહા આપત્તિ થાય તે દૃષ્ટાન્તથી જણાવે છે કે
કોઈ કાળે સખ્ત દુષ્કાળમાં લોકો પાસે વાવવા જેટલું અનાજ (બીજ) પણ ન રહ્યું ત્યારે રાજાએ ખીજા દ્વીપમાંથી બીજ મંગાવીને ખેડૂતાને આપ્યુ. (૪૫)