________________
૧૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं, जाणिज्ज अणंतसंसारी ॥५३४॥ कम्माण सुबहुआणुव-समेण उवगच्छई इमं सव्वं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भण्णंतं ॥५३५॥ उवएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए ।
सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ॥५३६॥ અને જ્ઞાની છતાં સંયમમાં શિથિલ હોય તેવા કેઈકેઈને આનંદ થાય છે. (૫૩૩).
જેને આ ઉપદેશમાલા પ્રકરણ સાંભળીને ધર્મમાં ઉદ્યમ પ્રગટ ન થયો અને વૈરાગ્ય ન પ્રગટયો તેને અનંતસંસારી જાણ. (૫૩૪)
મિથ્યાત્વ મેહનીય આદિ કર્મોના ઉપશમવાળા તથા ઉપલક્ષણથી ઉદય પામેલાને ક્ષય અને અનુદીને ઉપશમરૂપ ક્ષપશમ થયો હોય તેવા સમક્તિવંતને તથા ઉદયગત મિથ્યાત્વાદિ નિર્બળ હોવાથી મુંઝવે તેમ ન હોય તેવા લઘુકમી (મિથ્યાષ્ટિ) જીવને આ સર્વ ઉપદેશ સધ કરી શકે છે. જેઓને કર્મ મેલ ચીકણે (આકરો) હેય તેવાઓને કહેલે ઉપદેશ (ઉપરની જેમ) પાસે થઈને ચાલ્યો જાય છે, આત્મસ્પશી થતું નથી. (૫૩૫)
આ ઉપદેશમાળાને જે ધન્ય આત્મા સૂત્રથી ભાણે, અર્થથી સાંભળે અને પ્રતિક્ષણ હદયમાં ધારે (વિચારે) તે આત્માનું આલકપરલોકનું હિત જાણી શકે અને સુખપૂર્વક આદરથી તેને આચરી શકે. (૫૩૬)