________________
ઉપદેશમાળા
૧૭૯
अरिहंतचेइयाणं, सुसाहूपूयारओ दढायारो। । सुसावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२॥ सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सबिया नत्थि । सो सव्वविरहवाई, चुकइ देसं च सव्वं च ॥५०३।। जो जहवायं न कुणइ मिच्छद्दिट्टी तओ हु को अन्नो ?। वड्ढेइ अ मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥५०४॥ - શ્રીજિનબિંબની પૂજામાં અને ઉત્તમ સાધુઓની વ-પાત્ર-આહારાદિ ભક્તિ કરવામાં રકત બનેલો દેશવિરતિનું દૃઢ પાલન કરનારે ઉત્તમ શ્રાવક અતિ શ્રેષ્ઠ છે પણ સાધુવેષમાં રહી શાસનની અપભ્રાજવાના કારણભૂત જિનાજ્ઞાવિરૂદ્ધ જીવવું શ્રેષ્ઠ નથી. (૫૦૨)
| (સર્વની પ્રત્યક્ષ) સર્વ પાપ વ્યાપારને ત્રિકરણગથી ચાવજીવ પર્યત ત્યાગ જાહેર કરીને જેને તે સર્વવિરતિ (ત્યાગ) નિ નથી જ તે મિથ્યા સર્વવિરતિને જણાવનારે દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી ભ્રષ્ટ છે. (૫૦૩)
એટલું જ નહિ તેમ કરવાથી મિથ્યાષ્ટિપણું થાય છે, તે કહે છે-જે યથાવાદ એટલે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે કરતું નથી, તેનાથી બીજે કેણ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ તે જ મિથ્યાદષ્ટિ છે અને બીજાઓને પિતાના આચારથી “જિનાગમમાં કહેલે ધર્મ આવે (અસદાચારરૂ૫) હશે.” એવી બીજાઓને શંકા પ્રગટ કરીને મિથ્યાત્વને વધારે છે. (૫૦૪)