________________
ઉપદેશમાળા
૧૭૫ दो चेव जिणवरेहिं, जाइजरामरणविप्पमुक्केहिं । लोगम्मि पहा भणिया, सुस्समण सुसावगो वावि ॥४९१२॥ भावच्चणमुग्गविहारया य, दव्यच्चणं तु जिणपूआ । भावच्चणाउ भट्ठो, हविज्ज दव्यच्चणुज्जुत्तो ॥४९२॥
દુર્વિદગ્ધ એટલે પંડીતમાની ચારિત્રમાં આળસુઓ કે જેઓ પોતાની બુદ્ધિથી પોતાને સર્વ જાણનારા માને છે કેઈના ઉપદેશની અપેક્ષા રાખતા નથી તેને ઉપદેશ કોણ આપે ? અર્થાત કોઈ ન આપે. ઇન્દ્ર કે જે દેવલોકને જાણે છે તેને દેવલોકનું વર્ણન કેણ સંભળાવે? સંભળાવવું નિરર્થક છે. (૪૯૦)
જન્મ–જરા-મરણથી મુક્ત શ્રીજિનેશ્વરેએ આ લોકમાં (અરિહંત પૂજાના) બે જ માર્ગ કહ્યા છે. કાં તે સુસાધુ થાય એ એક માર્ગ, ન બને તે સુશ્રાવક થાય એ બીજો માર્ગ. (એ સિવાય શિથિલ છતાં સંવેગીને પક્ષકાર સંવિજ્ઞપાક્ષિક આરાધક છે પણ તે સાધુ હોય તે સાધુમાં અને ગ્રહસ્થ હોય તે શ્રાવકમાં ગણાય માટે બે જ વીતરાગ વચનના ઉપાસક છે.) (૪૯૧).
(એ બે માર્ગોને ભાવપૂજન અને દ્રવ્યપૂજન કહેવાય છે તેમાં-) તીર્થકરની ભાવપૂજા એટલે જિન વચનની ઉગ્ર આરાધના જ છે અને પુષ્પાદિકથી જિનબિંબનું પૂજન કરવું તે દ્રવ્યપૂજન જ છે. જે તથાવિધ સામગ્રી–ગ્યતાના અભાવે ભાવપૂજાથી ભ્રષ્ટ છે-અશક્ત છે, તે દ્રવ્યપૂજામાં ઉદ્યમ કરે. (દ્રવ્યપૂજા પણ પુણ્યાનુબંધી પુણ્યદ્વારા પરંપરાએ ભાવપૂજાનું કારણ બને છે.) (૪૯૨)