________________
ઉપદેશમાળા
૧૭૩
हत्थे पाए न निखिवे, कायं चालिज्ज तंपि कज्जेणं । कुम्मो व्व सए अंगे, अंगोवंगाई गोविज्जा ॥४८४॥ विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ, य भासं न भासिज्जा ॥४८५॥ अणवट्ठियं मणो जस्स, झायइ बहुयाइं अमट्टाई । तं चिंति च न लहइ, संचिणइ अ पावकम्माई ॥४८६॥ जह जह सव्वलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं । तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ॥४८७॥
કાયાને વશ કરવા માટે હાથ-પગને વિના પ્રજને હલાવવા નહિ, કાયાને હલાવવી પડે તે પણ પ્રયોજન પડે ત્યારે જ અને કાચબાની જેમ હાથ–નેત્રો વિગેરે અંગોપાંગને પણ પોતાના શરીરમાં ગોપવવાં જોઈએ. (૪૮૪)
વચનથી–વિકથાઓ, જ્ઞાનાદિ પ્રયોજન વિના વિનોદની ખાતર, ગુર્વાદિની વાતમાં વચ્ચે, અગ્ય વાક્યથી જેમ તેમ, સાંભળનારને જે અનિષ્ટ લાગે તેવું અને પૂછ્યા વિના જ વચન ન બોલવું જોઈએ. (૪૮૫)
મનથી–જેનું ચિત્ત અનવસ્થિત એટલે અતિચંચળ હેય તે પાપકારી અનેક આત–રૌદ્રરૂપ જેવા તેવા વિકલ્પ કરે, તેથી તે ચિંતવેલું કંઈ પામે નહિ અને નિરર્થક ઘણું પાપકર્મ (અશુભ કર્મ) બાંધે. એમ કાયા વચન અને મનને ઉન્માર્ગે જતાં અટકાવવાં. (૪૮૬)
જેમ જેમ જ્ઞાનાવરણને ક્ષપશમ થવાથી સર્વ આગ