________________
૧૫૦
ઉપદેશમાળા
नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । बहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वर मरणं ॥४४२॥ तवनियमसुट्टियाणं, कल्लाणं जीवि पि मरणं पि । जीवंतऽज्जंति गुणा, मया वि पुण सुग्गइं जन्ति ॥४४३॥ अहिय मरणं अहियं च, जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वदति जीवंता ॥४४४॥ अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसाऽवि । जे सुविइयसुगइपहा, सोयरियसुओ जहा सुलसो ॥४४५॥
જેઓની બુદ્ધિ નરકના માર્ગમાં સ્થિર છે તેવા દંડિક (કેટવાળ) વિગેરેને પરભવે નરક હોવાથી જીવવું સારું છે, ઘણી અપાય (રેગ–પીડા)થી કે બહુ વાયુના દર્દથી પીડાતા જીવને અંતમુહૂર્ત શુભધ્યાનને યોગે તે સહન કરતાં તેવાને શુભગતિ મળે તે કારણે મરવું સારું છે. (૪૪૨)
તપ-નિયમ વિગેરેમાં સુસ્થિર આત્માઓને જીવન અને મરણ પણ કલ્યાણકારી છે કારણ કે તેવાઓ જીવવાથી ગુણે પ્રાપ્ત કરે છે અને મરવાથી સગતિને પામે છે. (૩)
પાપકર્મ કરનારાને મરણ અહિતકર અને જીવવું પણ અહિતકર છે, કારણ કે મરીને નારકમાં જાય છે અને જીવતાં વિર વધારે છે. માટે જ વિવેકીઓ પ્રાણાતે પણ પાપ કરતા નથી. (૪૪૪)
તે કહે છે કે–જેઓએ સત્યસ્વરૂપે સગતિને પંથ જાણે છે તે વિકિએ મરવું પસંદ કરે છે કિન્તુ મનથી પણ બીજાને પીડા કરતા નથી. દૃષ્ટાન્તમાં જેમ કાલસૌકારિક