________________
ઉપદેશમાળા
૧૬૩
सव्वो गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोगवीरस्स । संभंत उडविडवो, सहस्सनयणो समयमे ||४५६॥ चोरिक्कवंचणाकूडकवड - परदारदारुणमइस्स । तस्स च्चिय तं अहियं पुणोऽवि वेरं जणो वहइ ||४५७|| જે વ્રત (નિયમ) શીયળ–તપ-સંયમ વિગેરેથી યુક્ત આત્મહિત કરે છે તે લેાકોમાં દેવની જેમ પૂજ્ય થાય છે, સિદ્ધાર્થ એટલે માંગલિક–સફેદ સરસવની જેમ તેની આજ્ઞાને સહુ મસ્તકે ચઢાવે છે. (તાત્પર્ય એ છે કેન્યેાગ્ય જીવોની કોઇ જુદી ખાણુ નથી, ગુણા પૂજ્ય બનાવે છે તે પ્રયત્ન કરવાથી પ્રગટે છે માટે સુખાર્થીએ શેા પ્રગટ કરવા પ્રયત્ન કરવા જોઇએ. અયેાગ્ય માનીને પાપો કરવાં જોઇએ નહિ.) (૪૫૫)
સર્વ કોઈ જ્ઞાનાદિ ગુણાથી પૂજ્ય (ગણુનીય) અને છે જેમ ગુણાધિક અને લોકોમાં અદ્વિતીય વીર (સુભટ) એવા ભગવંતની સેવામાં ભક્તિથી જેનાં મુકુટનાં કિરણા ઝળહળે છે. (એવા દેદીપ્યમાન મુગટ પહેરનારા ઇન્દ્ર પણ સ્વયમેવ આવે છે.) (૪૫૬)
ચારી, ક્રિયાથી અન્યને ઠંગવા, વચનથી ફૂટ ખેાલવું, મનથી કપટ કરવું, પરદ્વારાનું સેવન વગેરે પાપ કરવામાં દારૂણ બુદ્ધિવાળાને તેની તે પાપ પ્રવૃત્તિએ જ અહિતકર છે અને વળી પરલોકમાં લોકે તેના ઉપર વેર-ક્રોધ કરે છે. એમ તેનું જીવન તેને ક્ષત ઉપર ક્ષારની જેમ અને છે. (૪૫૭)