________________
ઉપદેશમાળા
૧૬૫
परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करतेवं ॥४६१॥ आरंभपायनिरया, लोइयरिसिणो तहा कुलिंगी य । दुहओ चुक्का नवरं, जीवंति दरिद्दजियलोए ॥४६२॥ सव्वो न हिंसियव्वो, जह महीपालो तहा उदयपालो । न य अभयदाणवहणा, जणोवमाणेण होयव्वं ॥४६३॥
બીજાની નિંદા કરવામાં શૂરા સંસારી જીવો અનેક હાસ્યકારક શબ્દ બેલીને અને વિષય ભેગવીને અરતિને જ પ્રેરણા આપે છે. અર્થાત વિષયાભ્યાસથી રાગ વધે છે, ઈન્દ્રિઓની કુશળતા વધે છે, પરિણામે વિષય તૃણાની પીડા જ વધે છે, સુખ મળતું નથી; એટલું જ નહિ મૂઢ બુદ્ધિવાળા તેઓ પાપને પણ પુણ્ય બુદ્ધિએ કરે છે. (૪૬૧) કહ્યું છે કે
પૃથ્વીકાયાદિની હિંસારૂપ આરંભ અને પાક એટલે રસેઈ કરવામાં આસક્ત માયા વિનાના લૌકિક ઋષિઓ (તાપસાદિ) તથા કપટી બૌદ્ધો વિગેરે કુલિંગીઓ ઉભયભ્રષ્ટ છે, માત્ર તેઓ દરિદ્રજીની પંક્તિમાં (ભીખ માગીને) જીવે છે. કારણ કે ગ્રહસ્થાશ્રમને ત્યાગ કરવાથી તે બિચારા ગ્રહસ્થા નથી તેમ હિંસાદિ પ્રવૃત્તિવાળા હોવાથી સાધુઓ પણ નથી. ઉભયભ્રષ્ટ દરિદ્રો છે. (૪૬૨)
(મહ મુક્ત જીના ચિત્તમાં કેવા પરિણામ હોય તે કહે છે કે- જેમ રાજા તેમ રંક, સર્વને (કોઈને પણ) હણ ન જોઈએ. અભયદાનના સ્વામી (અહિંસાવતી)એ જેમ બીજા સામાન્ય લોકો “વેદાન્તના પારગામી પણ