________________
ઉપદેશમાળા
૧૬૯
परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहसिऊण परमत्थं । तं तह करेह जह तं, न होइ सव्वं पि नडपढियं ॥४७३॥ पढइ नडो वेरग्गं, निग्विज्जिज्जा य बहुजणो जेण । पढिऊण तं तह सढो, जालेण जलं समोअरइ ॥४७४॥ कह कह करेमि कह मा, करेमि कह कह कयं बहुकयं मे।
जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५।। બેલે છે અને જેવું બેલે છે તેવું તે કરતે નથી. (અર્થાત સાહસ ન કરે એમ બોલવા છતાં પોતે સાહસ કરે છે.) (૪૭૨)
ગ્રંથ એટલે મૂળસૂત્રો અને તેના અર્થોના વિસ્તારનું પરાવર્તન (વારંવાર આવૃત્તિ-પાઠ) કરીને અને તેના રહસ્યને પણ સમજીને ભારેકમી એવું વર્તન કરે છે કે જેથી તેનું જ્ઞાન તેના વર્તનમાં આવતું નથી. તેનું જ્ઞાન નટના જ્ઞાન જેવું (માત્ર બીજાને ઉપદેશ કરવા પૂરતું જ) હોય છે. (૪૭૩)
એ જ કહે છે કે-નટ એવે વૈરાગ્ય (રસને) ભજવે છે કે જેને દેખીને ઘણે લોક સંસારથી નિર્વેદ પામે છે (વિરાગી બને છે), તેમ શઠ કપટી સાધુ એ ઉપદેશ આપે કે તેથી ઘણુઓ વિરાગી બને કિન્ત પોતે તે (માછીમારની જેમ) જાળ લઈને માછલાં પકડવા જળમાં પેસવા જેવું કરે છે. (અર્થાત્ ઉપદેશથી વૈરાગી બનેલા લકે પાસેથી આહારાદિ મેળવી તેમાં સુખશીલિએ બને છે, ત્યાગ-તપ-સંયમને સેવત નથી.) (૪૭૪)
વિવેકીએ પ્રતિક્ષણ એમ વિચારવું જોઈએ કે--આત્મ