________________
ઉપદેશમાળા
सुविणिच्छियएगमई, धम्मम्मि अनन्नदेवओ अ पुणो । न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहियत्थेसु ॥२३१॥ दटूण कुलिंगीणं, तसथावरभूयमद्दणं विविहं । धम्माओ न चालिज्जद, देवेहिं सइंदएहिं पि ॥२३२॥ वंदइ पडिपुच्छइ, पज्जुवासइ साहुणो सययमेव । पढइ सुणइ गुणेइ अ, जणस्स धम्म परिकहेइ ॥२३३॥ दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ। महुमज्जमंसपंचविह-बहुबीयफलेसु पडिक्कंतो ॥२३४॥
ધર્મમાં એક સુનિશ્ચલ (દઢ) બુદ્ધિવાળો હોય છે, જિન વિના બીજા દેવને માનતું નથી અને પૂર્વા–પર અર્થનાં બાધક કુશાસ્ત્રોમાં તે રાચતે નથી. (સાંભળતે. નથી.) (૨૩૧)
બૌદ્ધ-સાંખ્ય વિગેરે મતવાળાઓનાં ત્રસ–સ્થાવર છની હિંસાવાળાં વિવિધ અનુષ્ઠાને જોઈને અહિંસાપ્રધાન જિનધર્મથી દેવ અને ઈન્દ્રો પણ તેને ચલાયમાન કરી શક્તા નથી. મનુષ્ય તો ચળાવે જ શી રીતે ? (૨૩૨)
સાધુઓને મન, વચન અને કાયાથી વંદન કરે છે, સંશયે પૂછે છે અને નિકટવર્તી બનીને સદા સેવા કરે છે. વળી સૂત્રો ભણે છે, અર્થ સાંભળે છે, તેનું પરાવર્તન કરે છે, અને વિચારે છે અને પિતાનાં સ્વજને આદિ બીજાઓને ધર્મ સંભળાવે (સમજાવે છે. (૨૩૩)
શિયળમાં (સદાચારમાં), વ્રતમાં અને નિયમે રૂપ