________________
ઉપદેશમાળા
૧૫૧ सीसायरियकमेण य, जणेण गहियाइँ सिप्पसत्थाई । नजंति बहुविहाई, न चक्खुमित्ताणुसरियाई ॥४१९॥ जह उज्जमि जाणइ, नाणी तव संजमे उवायविऊ । तह चवखुमित्तदरिसण-सामायारी न याणंति ॥४२०॥ सिप्पाणि य सत्थाणि य, जाणंतोऽवि न य जुजइ जो उ। तेसिं फलं न भुंजइ, इअ अजयंतो जई नाणी ॥४२१॥
તથા પ્રવ્રાજન (દીક્ષા આપવાને) વિધિ, ઉપસ્થાપના (વડી દીક્ષાનો વિધિ, આર્યા એટલે સાધ્વીઓના ચારિત્રની રક્ષાને વિધિ, ઈત્યાદિ સઘળું ઉત્સર્ગ–અપવાદ પ્રસંગે કર્તવ્ય-અકર્તવ્યને નહિ જાણતે અલ્પજ્ઞાની ચારિત્રની (યતના) રક્ષા શી રીતે કરી શકે? (માટે તે જ્ઞાનના અથીએ ગુરૂની સેવા કરવી જોઈએ) (૧૮)
અવિવેકી (સામાન્ય) જનેએ પણ ચિત્ર વિગેરે (શિ) અને વ્યાકરણ વિગેરે (શાસ્ત્રો) ગુરૂ-શિષ્યના ક્રમે (ગુરૂના શિષ્ય બનીને) ગ્રહણ કર્યા છે કારણ કે એ રીતે જ મેળવેલું જ્ઞાન ઉપકાર કરે છે. અનેક પ્રકારના (કળા) શાસ્ત્રો ચક્ષુ માત્રથી જેઈને પોતાની બુદ્ધિ પ્રમાણે અનુસરવાથી નથી જાણી શકાતાં. (૪૧૯)
તપ-સંયમના ઉપાયમાં કુશળ-જ્ઞાની જે રીતે તે તે અનુષ્ઠાને ઉદ્યમ કરવાને જાણે છે તે ઉદ્યમ તથાવિધ આગમના જ્ઞાન વિનાના બીજાને માત્ર કરતા જોઈને જાણુંશીખી શકતા નથી. (૪૨૦)