________________
ઉપદેશમાળા
૧૫૩
नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं पि, नत्थि तस पुज्जए काइं? ॥४२४॥ नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५॥ जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ।
Iકદ્દા જ્ઞાનગુણથી અધિક હોય તેનું જ્ઞાન પૂજાય છે, કારણ કે જ્ઞાનથી ચારિત્રનું પ્રવર્તન (રક્ષણ) થાય છે, જેને જ્ઞાન ચારિત્ર બેમાંથી એકે ય નથી તેનું શું પૂજાય? અર્થાત્ કંઈ નહિ. આથી જ્ઞાન વિનાને ચારિત્ર પાળવા છતાં ચારિત્ર જ્ઞાન બેથી ય રહિત છે એમ સમજવું. (૨૪)
(વસ્તુતઃ જ્ઞાનાદિ ગુણે પરસ્પર મળીને આત્મહિત કરે છે, એક પણ ઓછો હોય તે બાકીના ગુણે કંઈ કરી શકતા નથી તે કહે છે કે, ચારિત્રવિનાનું જ્ઞાન, દર્શન (સમકિત-શ્રદ્ધા) વિનાનું લિંગ ગ્રહણ (ચારિત્ર), તથા મન ઈન્દ્રિના સંયમ વિનાને તપ જે કરે છે તેનું તે દરેક નિરર્થક છે. (૪૫)
એ માટે દષ્ટાન્ત જણાવે છે કે-જેમ ચંદનનાં લાકડાને ઉપાડનારે ગધેડે માત્ર ભારને સહન કરે છે તે ચંદનના ગંધને સ્વાદ લઈ શકતે (સમજતો નથી, તેમ ચારિત્ર (સંયમ) વિનાને જ્ઞાની માત્ર જ્ઞાનને ભાગી બને છે સદ્ગતિને પામતે નથી. (૪૨૬)