________________
-
ઉપદેશમાળા
૧૪૧ गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणाउत्तो। संजोएण पयाणं, संजमआराहगा भणिया ॥३८८॥ निम्ममा निरहंकारा, उवउत्ता नाणदंसणचरित्ते। एगखित्तेवि ठिआ, खवंति पोराणयं कम्मं ॥३८९॥ जियकोहमाणमाया, जियलोहपरिसहा य जे धीरा ।.
वुड्ढावासेऽवि ठिया, खवंति चिरसंचियं कम्मं ॥३९०॥ પદે વધે તેમ તેમ મેટા (ઘણા) થાય. એમાં જેમ પદે વધે તેમ દેશવૃદ્ધિ થાય. જેમ કેઈ એકાકી, કઈ પાર્શ્વસ્થ, એમ પાંચ ભાંગા થાય. કેઈ એકાકી અને પાર્શ્વ, કેઈ એકાકી અને સ્વચ્છંદી એમ દ્વિસંગી ૧૦ થાય, કેઈ એકાકી–પાશ્વસ્થ અને સ્વચ્છંદી એમ ત્રિકસંગી ૧૦ થાય, એ પ્રમાણે ચતુઃસંયેગી પાંચ અને પાંચસંગી ૧ ભાગે થાય તેમાં જેમ પદે વધે તેમ તે ભાગે વધુદુષ્ટ જાણ. (૩૮૭)
એથી વિપરીત–૧–ગચ્છવાસી, ૨-જ્ઞાનાદિસંબંધવાળો, ૩–ગુરૂ આજ્ઞાપાલક –અનિયતવિહારી અને પ–ગુણયુક્ત અપ્રમાદી. આ પાંચપદના પણ એ પ્રમાણે એક-દ્ધિ-ત્રિસંગી વિગેરે ભાંગા ૫-૧૦-૧૦-પ-૧ થાય તેમાં જેમ પદ વધે તેમ વધુ સંયમના આરાધક જાણવા. (૩૮૮)
મમતા વિનાના, નિરભિમાની અને જ્ઞાનદર્શનચારિત્ર (રૂપ મોક્ષ માર્ગ)માં ઉપયુક્ત–અપ્રમાદી મુનિઓ એક ક્ષેત્રમાં રહેવા છતાં પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય કરે છે. (૩૮૯)
જેઓએ ક્રોધ-માન-માયા-લોભ અને પરિષહેને