________________
૧૪૨
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे । वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥३९१॥ तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ॥३९२॥ धम्ममि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा ।
फुडपागडमकुडिल्लं, धम्मवयणमुज्जुयं जाण ॥३९३॥ વિજય કર્યો છે તેવા ધીર (સત્ત્વશાળી) મુનિઓ વૃદ્ધાવસ્થાને કારણે સ્થિર વાસ કરવા છતાં ઘણું કાળનાં બાંધેલાં કર્મોને ખપાવે છે. (૩૯૦)
પાંચસમિતિથી સમિતા, ત્રણગુપ્તિથી ગુપ્તા (અષ્ટ પ્રવચનમાતાના પાલક) અને ૧૭ પ્રકારના સંયમમાં, બાર પ્રકારના તપમાં અને ચારિત્રધર્મમાં ઉદ્યમી મુનિઓને સે વર્ષ પર્યન્ત એક ક્ષેત્રમાં રહેવા છતાં આરાધક કહ્યા છે. (૩૯૧)
તે કારણે જિનઆગમમાં સર્વકરણીય વિષયમાં આમ કરવું જ એવી અનુજ્ઞા (આજ્ઞા) નથી અને સર્વ શ્રેય વિષયમાં આ ન જ કરવું એવો નિષેધ પણ નથી. સર્વ કાર્યોમાં લાભના અથી વ્યાપારીની જેમ લાભ હાનિને વિચાર કરે. (જેમ વધુ લાભ અને ડી હાનિ થાય તેમ કરવું.) (૩૯૨) કારણ કહ્યું છે કે-શુદ્ધભાવરૂપ ધર્મમાં માયા નથી, પરને ઠગવારૂપ કપટ નથી, બીજાને વશ કરવા માટે તેને ગમે તેવું (કપટ) વચન પણ બોલવાનું નથી, કિન્તુ સ્પષ્ટ-શેભે તેવું માયા વિનાનું વચન (ભાષણ) મેક્ષપ્રાપ્તિ માટે જરૂરી -સમર્થ છે. (૩૯૩)