________________
ઉપદેશમાળા
૧૪૭
जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणहस्स सत्थस्स ॥४०५॥ इच्छइ य देसियत्तं, किं सो उ समत्थ ? देसियत्तस्स । दुग्गाइँ अयाणंतो, नयणविहूणो कहं ? देसे ॥४०६॥ एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो। दव्वाइँ अयाणंतो, उस्सग्गववाइयं चेव ॥४०७॥ कह सो जयउ अगीओ ? कह ? वा कुणउ अगीयनिस्साए। कह ? वा करेउ गच्छ, सबालवुड्ढाउलं सो उ ॥४०८॥
જેમ કેઈ અંધ, માગને અજાણ, ભયંકર અટવીમાં ભૂલો પડેલો પુરૂષ ભૂલા પડેલા પોતાના સાર્થને (સાથીદાર), માગે ચઢાવવા ઈછે તે શું એ તેઓને માર્ગે ચઢાવવા સમર્થ બને ? અર્થાત્ ન બને, કારણ કે ખાડા-ટેકરા કે વિષમ-અવિષમ માર્ગને નહિ દેખતે અંધ બીજાને માગે શી રીતે ચઢાવે? (૪૦૫–૪૦૬)
એ રીતે શ્રીજિનવચનરૂપી દીપક, જે મનુષ્યને ચક્ષુ સમાન છે તેનાથી રહિત (અજ્ઞાની), દ્રવ્યાદિને કે ઉત્સર્ગ –અપવાદ માગને નહિ જાણતે અગીતાર્થ સ્વયં અંધ સંસાર અટવીમાં ભૂલો પડેલ છે. (૪૦૭)
તે અગીતાર્થ સ્વયં તથા તેની નિશ્રામાં બીજા પણ ચારિત્રની યતના સુરક્ષા) શી રીતે કરે? અને તે અગીતાર્થબાળક, વૃદ્ધ, તપસ્વી, પ્રાઘુર્ણક વિગેરે સાધુઓના સમૂહરૂપ ગચ્છની સંભાળ પણ શી રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. (૪૦૮)