________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહ ओसन्नचरणकरणं जइणो वंदति कारणं पप्प । ને મુવિચારમસ્થા, તે વંતે નિવાતિ ર૨૮વા सुविहियवंदावंतो, नासेई अप्पयं तु सुपहाओ। दुविहपहविष्पमुक्को, कहमप्प न याणई मूढो ॥२२९॥ वंदइ उभओ कालं पि, चेइयाइं थयत्थुई परमो । जिणवरपडिमाघरधूव-पुष्फगंधच्चणुज्जुत्तो ॥२३०॥
જેઓ મૂળ-ઉત્તરગુણેમાં અતિ શિથિલ છે તેવાઓને પણ કઈ વિશિષ્ટ કારણે ઉત્તમ સાધુઓ વંદન કરે છે, ત્યારે જે શિથિલાચારીએ પોતાની શિથિલતાને (ને) સમજે છે, સાધુતાના મર્મને જાણે છે તેઓ વન્દન કરનારાઓને રોકે છે, અર્થાત્ શિથિલ છતાં પરમાર્થના જાણ સાધુ બીજાનું વન્દન લેતા નથી. (૨૨૮)
જે શિથિલાચારી તેને બીજા ઉત્તમ સાધુઓ વન્દન કરે તે પણ અટકાવતે નથી, વંદાવે છે, તે પોતાના આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે, સાધુ અને શ્રાવક બનેના માર્ગથી (ધર્મથી) ભ્રષ્ટ થએલો તે મૂઢ પોતાના આત્માને કેમ ઓળખત નથી? શા માટે વંદાવે છે? (૨૯)
હવે શ્રાવક ધર્મને વિધિ કહે છે કે-શ્રાવક ત્રણે કાળ જિનચૈત્યોને વદે છે (દેવ વજન કરે છે), ભક્તિમાં એકાગ્ર બનીને તેઓની સ્તવના-સ્તુતિ કરે છે, જિનમંદિરમાં ધૂપ કરવામાં અને પુષ્પ ગંધ વિગેરેથી પૂજા કરવામાં ઉદ્યમ કરે છે. (૨૩૦)