________________
ઉપદેશમાળા
૧૨૧
सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो। सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥३२६॥ तवकुलछायाभंसो, पंडिच्च फंसणा अणि?पहो । वसणाणि रणमुहाणि य, इंदियवसगा अणुहवंति ॥३२७॥ सद्देसु न रंजिज्जा, रूवं दट्टुं पुणो न इक्खिज्जा ।
गंधे रसे अ फासे, अमुच्छिओ उज्जमिज मुणी ॥३२८॥ વિનાનાં નિરસ, ઠંડા વિગેરે વિરસ, લુખાં યથાસમય જે મળે તે આહારાદિ વાપરવા ઈચ્છતે નથી, કિન્તુ સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ભોજનને શોધે છે. (૩૫)
શાતાગારવથી અભિમાની સાધુ પિતાના શરીરની ક્ષણે ક્ષણે ધોવું, સાફ રાખવું વિગેરે સેવા–ભા કરે છે, કમળ-સુંવાળાં સંથારે આસન વિગેરે વારંવાર નિષ્કારણ પણ વાપરવાની આસક્તિ કરે છે, વાપરે છે, એમ પિતાના આત્માને (શરીરને) કણો આપતો નથી.(૩૨૬)
(હવે ઈન્દ્રિયોથી જીતાએલ કે હેય તે કહે છે કે-) ઈન્દ્રિયને વશ પડેલા બાહ્ય અત્યંતર તપને, કુળને અને લકે માં ફેલાએલી કીતિને નાશ કરે છે, પંડિતાઈને (જ્ઞાનને) કલકિત કરે છે, સંસારના ભાગે ગમન કરે છે, અનેક સંકટો વેઠે છે અને કલહ-યુદ્ધનાં દ્વાર ઉઘાડે છે, એમ સમસ્ત દેને અનુભવે છે. (૩૨૭)
(માટે) વાજિંત્રાદિના શબ્દોમાં રાગ કરે નહિ, અભિલષિત રૂપ જોઈને સરાગ ભાવે જેવું નહિ-દષ્ટિ રેકવી