________________
૧૨૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । વિળયા વિધ્યાસ, વો? ઘમો વો ? તારૂકશા विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । न कयाइ दुविणीओ, सकजसिद्धिं समाणेइ ॥३४२॥ जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायति । कम्मक्खओ अ विउलो, विवित्तया इंदियदमो अ ॥३४३॥
હવે વિનય માટે કહે છે કે-દ્વાદશાંગરૂપ જૈન શાસનનું મૂળ વિનય છે (અર્થાત્ વિનીત આત્માને જ શાસ્ત્ર સમ્યક્ પચે છે) માટે વિનીત આભા જ સંયમી બને છે. વિનય રહિત જીવમાં (મૂળ ન હોવાથી) તપ અને ધર્મ કેવી રીતે પ્રગટે ? (ન પ્રગટે.) (૩૪૧)
વિનય (બાહ્ય-અભ્યતર) લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે અને વિનીત આત્મા માનસુભટને પરાભવ કરવાને યશ અને કીર્તિને પામે છે. દુર્વિનીત કદાપિ સ્વીકાર્યોની સિદ્ધિ કરી શકતું નથી. (૩૪૨) - હવે તપનું વર્ણન કરે છે. કોઈ અજ્ઞ જ કષ્ટ સહન કરવામાં તપ માને છે તે અગ્ય છે, એથી તે નારકે વિગેરે મહાતપસ્વી ગણાશે, માટે વસ્તુતઃ જેટલું શરીર સહન કરે અને જે તપથી સંયમના પ્રતિલેખના વૈયાવચ્ચ સ્વાધ્યાયાદિ યુગમાં વિઘ ન આવે તે તપ કરવાથી મેટો કર્મક્ષય થાય છે, શરીરથી આત્મા ભિન્ન દેખાય છે (વૈરાગ્ય વધે છે) અને ઈન્દ્રિઓને વિજય (નિગ્રહ) થાય છે. (૩૪૩)