________________
ઉપદેશમાળા
૧૦૯ तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ। अइबलियं चिय जं नवि, फुट्टइ सयसक्करं हिययं ॥२८॥ ईसाविसायमयकोह-मायालोमेहिं एवमाईहिं । देवावि समभिभूया, तेसिं कत्तो सुहं नाम ? ॥२८७॥ धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं? । सामित्ते साहीणे, को नाम करिज्ज दासत्तं ? ॥२८॥ संसारचारए चारए व्य आवीलियस्स बंधेहिं । उब्विग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥
તે તે દેવવિમાનનો વૈભવ અને દેવલોકથી અવનનો વિચાર કરવા છતાં પણ તેઓનું હૃદય સેંકડે કકડા થઈને ફૂટતું નથી તે હદય અતિ નિષ્ફર-કઠેર છે માટે ! (૨૮૬)
દેવે પણ ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માયા અને લોભ વિગેરેથી પરાભવ પામેલા (વશ થયેલા) છે. તેઓને વળી સુખ કયાંથી ? અર્થાત્ સુખની સંભાવના પણ નથી. (૨૮૭)
માટે (ઉપર્યુક્ત સર્વદુઃખમાંથી બચાવનાર)શ્રી જિનકથિત પ્રસિદ્ધ ધર્મને જાણીને પણ કયા પુરૂષે અન્ય પુરૂની રાહ જુએ? (એ પુરૂષે આરાધક બની અમને ઉપકાર કરે એવી આશાએ વિલંબ કેણ કરે એ રીતે મેક્ષરૂપ સ્વામિપણું સ્વાધીન છતાં સંસારરૂપ દાસપણું કોણ કરે? (૨૮૮)
જેલની જેમ સંસારરૂપ કેદખાનામાં બંધનોથી પીડા પામેલા જે પુરૂષનું મન ઉદ્વિગ્ન થયું છે તે જ નજીકના કાળમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિનું ચિન્હ છે. (૨૮૯).