________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवुच्छेओ। पासत्थसंगमोऽविय, वयलोवो तो वरमसंगो ॥२२२॥ आलावो संवासो, वीसंभो संथवो पसंगो य। हीणायारेहिं समं, सव्वजिणिदेहिं पडिकुट्ठो ॥२२३।। अन्नुन्नजंपिएहि, हसिउद्धसिएहिं खिप्पमाणो य । पासत्थमज्झयारे, बलाऽवि जई वाउली होइ ॥२२४॥
(ઉત્સુત્ર આચરણ કરનારા પાર્થસ્થાદિ (કુસાધુઓ) બને છે માટે સુસાધુએ તેવાઓની સાથે ન રહેવું, છતાં જે રહે છે અને તેઓનાં આહારવસ્ત્રાદિ લે (વાપરે) છે તેનાં વ્રતને નાશ થાય છે, અથવા નહિ લેવાથી શરીરને વિચ્છેદ (નાશ) થાય છે, અરે ! તેઓની સાથે રહેવા માત્રથી પણ (જિનાજ્ઞાવિરૂદ્ધ હોવાથી) વ્રતેને લેપ થાય છે, માટે તેઓને સંગ ન કરવો તે જ શ્રેષ્ઠ છે. (૨૨) - તે પાર્થસ્થાદિની સાથે બેલવું, એક મકાનમાં રહેવું, વિશ્વાસ કરવો, તેઓને પરિચય રાખવો, અને કંઈ આહારવસ્ત્રાદિ લેવા--આપવાને વ્યવહાર કરવો, વિગેરેને સર્વ જિનેશ્વએ નિષેધ કર્યો છે. (૨૨૩)
પાર્શ્વસ્થાદિની સાથે રહેલ સુસાધુ પણ પરસ્પર બોલ– વાથી, પરસ્પર હસવાથી, હાસ્યને યોગે ચિત્તને આનંદ (રોમાંચ) થવાથી આકર્ષિત થતે (અન્ય પ્રેમ વધતાં) બલાત્કારે (ઈચ્છા વિના) પણ પોતાના માર્ગથી ચલાયમાન થાય છે. (૨૨૪)