________________
૧૦૬
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एवं पि । धम्ममि कह पमाओ, निमेसमित्तंपि कायव्वा ? ॥२७६॥ दिव्वालंकारविभूसणाई, रयणुज्जलाणि य घराई। रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ? ॥२७७॥ देवाण देवलोए, जं सोक्खं तं नरो सुभणिओ वि ।
न भणइ वाससएण वि, जस्स वि जीहासयं हुज्जा ॥२७८॥ દિવસ અસંખ્યાત કોડ વર્ષો જેટલે નારકીને બંધ કરે. (સે વર્ષના દિવસથી ભાગ દેતાં તેટલાં થાય) અહીં પણ પ્રમાદ–અપ્રમાદને વ્યત્યય (ઉલટાપણું) જાણ. (૨૭૫)
એજ ક્રમ નરક માટે પણ છે, બુદ્ધિમાન પુરૂષ આ સ્પષ્ટ વાતને સમજીને ધર્મ (કૃત–ચારિત્રના) ઉદ્યમમાં એક નિમેષ માત્ર પણ પ્રમાદ કેમ કરે? અર્થાત્ ન કરે. (૨૭૬)
સિંહાસન છત્ર વિગેરે દેવી અલંકારે અને મુગટકુંડલ વિગેરે દેવી આભરણે, રત્નનાં ઉજવળ દેવી ઘરે (વિમાનો–ભવન) અને અતિ અભૂતરૂપ (સૌંદર્ય), એ દેવલેકના જેવી ભેગની સામગ્રી અહીં માનવભવમાં કયાંથી મળે? (૨૭૭)
દેવલોકમાં દેવને જે સુખ હોય છે તે સારી રીતે બેલનારે (વચન ચતુર) મનુષ્ય તેને એકસે જીન્હાઓ હેય અને સો વર્ષ સુધી વર્ણવે તે પણ ન વર્ણવી શકે. (૨૭૮)