________________
ઉપદેશમાળા
૧૦૧ जावाऽऽउ सावसेसं, जाव य थोवोऽवि अत्थि ववसाओ। ताव करिज्जप्पहियं, मा ससिराया व सोइहिसि ॥२५८॥ चित्तूण वि सामण्णं, संजमजोगेसु होइ जो सिढिलो । पडइ जई वयणिज्जे, सोअइ अ गओ कुदेवत्तं ॥२५९॥ सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा, जे नाउणं नवि करेंति ॥२६०॥ दावेऊण धणनिहिं, तेसिं उप्पाडिआणि अच्छीणि । नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६॥
માટે હે જીવ! ત્યાં સુધી આયુ બાકી છે, ત્યાં સુધી થડે પણ ચિત્તને ઉત્સાહ છે ત્યાં સુધી આત્મહિત કરવું જોઈએ કે જેથી શશીરાજાની જેમ પાછળ શેક કરે ન પડે. (૨૫૮)
સાધુપણું સ્વીકારીને પણ જે સાધુ સંયમના પાલનમાં શિથિલ બને છે તે આ ભવમાં નિન્દાનું પાત્ર બને છે અને હલકું (કિલ્બિષિક) દેવપણું પામીને ત્યાં દીર્ધ કાળ શેક કરે છે. (૨૫૯)
આ જગતમાં તેઓ શોચનીય છે કે જેઓ શ્રી જિનવચનને જાણતા નથી, તેથી પણ વધારે શેચનીય તે તે છે કે જેઓ જાણવા છતાં જિનવચન (આજ્ઞા) પ્રમાણે કરતા નથી. (૨૬૦)
જેઓ શ્રી જિનવચનને જાણવા છતાં આ જગતમાં ધર્મધનને ગુમાવે છે તેઓને (મોહ) ધનને ભંડાર બતાવીને તેઓનાં ને ઉખાડી દીધાં છે--અંધ બનાવ્યા છે. (૨૬૧)