________________
ઉપદેશમાળા
जो निच्छएण गिण्हइ, देहच्चाए वि न य घिई मुयइ । सो साहेइ सकज्जं, जह चंडवडिंसओ राया ॥११८॥ सीउण्हखुप्पिवासं, दुस्सिज्जपरीसहं किलेसं च । जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरङ् ॥११९।। धम्ममिणं जाणंता, गिहिणो वि दढव्वया किमुअ साहू ? । कमलामेलाहरणे, सागरचंदेण इत्थुवमा ॥१२०॥ देवेहिं कामदेवो, गिही वि न वि चालिओ तवगुणेहिं । मत्तगयंदभुयंगम-रक्खसघोरट्टहासेहिं ॥१२१॥
જે વ્રતાદિના પાલન માટે સદનુષ્ઠાનને દઢપણે વળગી રહે છે, શરીર છૂટી જાય તે પણ છોડતો નથી, તે ચંદ્રાવતંસક રાજાની જેમ પોતાના કાર્યને સિદ્ધ કરે છે. (૧૧૮)
ઠંડી, ગરમી, ભૂખ, તૃષા, દુષ્ટ શય્યા એટલે મકાનમાં નીચઊંચી જમીનની પ્રતિકૂળતા, બીજા પણ અનેક વિધ પરિષહો, અને દેવાદિના ઉપસર્ગોને જે સહન કરે તેને ધર્મ આરાધના થાય છે, જે ધર્યવંત હોય છે તે જ આવાં કોને સહન કરે છે, બીજાને તે આર્તધ્યાન થવાથી ધર્મને ક્ષય થાય છે. (૧૧૯)
શ્રીજિનકથિત ધર્મને જાણતા ગ્રહ પણ વ્રતમાં દઢ બને છે, તે સાધુનું શું પૂછવું? અર્થાત્ તેઓએ અવશ્ય દઢ વ્રતવાળા બનવું જોઈએ. આ વિષયમાં કમળામેલાનું હરણ કરનાર સાગરચંદ્ર દષ્ટાન્ત રૂપ છે. (૧૨)
કામદેવ શ્રાવક કે જેઓ કાઉસગ્નમાં હતા ત્યારે