________________
ઉપદેશમાળા
जह वणदवो वणं, दवदवस्स जलिओ खणेण निद्दहइ । एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ॥१३२॥ परिणामवसेण पुणो, अहिओ ऊणयरओ व हुज्ज खओ। तह वि ववहारमित्तेण, भण्णइ इमं जहाथूलं ॥१३३॥ फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो अ हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ॥१३४॥ अह जीविअं निकितइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ॥१३५॥
જેમ એકદમ સળગેલે વધતે જ દાવાનળ ક્ષણમાં વનને બાળી મૂકે છે તેમ કષાયથી સળગતે જીવ પણ તપ સંયમને બાળી મૂકે છે. (૧૩૨)
જે કે ઉપર કહ્યું તેમ રાગ દ્વેષથી પ્રગટેલા કક્ષાનું સ્વરૂપ ભયંકર છે, નિશ્ચયદ્રષ્ટિએ તેથી પરિણામની વિચિત્રતાને વશે સંયમની હાનિ અધિક કે ઓછી પણ થાય છે તે પણ વ્યવહાર માત્રથી બાહ્ય સ્થલ દષ્ટિએ આ પ્રમાણે કહ્યું છે કે-બીજાને કઠોર વચન બોલવાથી એક દિવસનું તપ (સંયમ), હલકે પાડવાથી મહિનાનું તપ, શાપ દેવાથી એક વર્ષનું તપ હારે છે (નાશ કરે છે, અને મારવાથી (તાડન કરવાથી) સપૂર્ણ સાધુપણાને નાશ કરે છે. જે તે બીજાના પ્રાણ લે છે (મારી નાખે છે) તે સઘળા સંયમનો નાશ કરવા ઉપરાંત એવું પાપ કર્મ બાંધે છે કે પ્રમાદ (અજ્ઞાન–મેહ)ને વશ બનેલો તે સંસારમાં કેટલાય કાળ ભમે છે. (અર્થાત્ કોઈના એક વખત પ્રાણ લેતાં પોતાને