________________
ઉપદેશમાળા ,
૭૧ उच्चारपासवणवंत-पित्तमुच्छाइ मोहिओ इको। सद्दवभायणविहत्थो, निक्खिवइ व कुणइ उड्डाहं ॥१५९।। एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लक्षु॥१६०॥ सव्वजिणप्पडिकुठं, अणवत्था थेरकप्पमेओ अ।
इक्को अ सुआउत्तोवि, हणइ तवसंजमं अइरा ॥१६१॥ ધન લૂંટાઈ જવાને નિત્ય ભય રહે. તેથી ઉલટું–ગચ્છમાં ઘણાઓની સાથે રહેવાથી અનાદિ વાસનાથી અકાર્ય કરવાની ઈચ્છા થઈ આવે તે પણ કરી શકે નહિ, બચી જાય. (માટે અનેક કષ્ટોવાળે પણ ગચ્છવાસ સંયમને ઉપકારી છે.) (૧૫-૧૫–૧૫૮)
જેમ કે એકલો સાધુ સ્પંડિલ-માત્રુ કરતાં અથવા વમન કે પિત્તને પ્રકોપ થતાં વિહ્વળ બનીને (ગભરાઈને) હાથમાં પાણીનું ભાજન લઈāડિલાદિ કરે, ત્યારે અસ્વસ્થતાથી ભાજન કે પોતે પડી જાય તે સંયમની અને આત્માની (શરીરની) વિરાધના થાય, પાણી વિના થંડિલાદિ કરતાં શાસનને ઊડ્ડાહ થાય. (૧૫૯)
વળી, જીવને એક દિવસમાં પણ શુભ અને અશુભ ઘણા ઘણું પરિણામે (મનમાં વિતર્કો) થાય છે તેથી જે એક હોય તે અશુભ પરિણામને વશ પોતાની મનકલ્પનાને આધારે આલંબન (કારણ) કલ્પીને (પામીને) સંયમને પણ ત્યાગ કરે–અર્થાત્ એકાકી સંયમથી સર્વથા પડી જાય. (૧૬૦)